ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામના પાટિયા નજીક ગત તા.30ના રોજ રાત્રીના સમયે જીજે - 36 - એઆર - 0686 નંબરના સ્કોર્પિયો કારના ચાલકે જીજે --36 - બીસી - 4146 નંબરનું બાઈક લઈને જઈ રહેલા જીગર ગુલમહમદભાઈ ચૌહાણને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા અકસ્માતના આ બનાવ અંગે બાઈક ચાલકના પિતા ગુલમહમદ દરિયાખાન ચૌહાણ રહે.સરાણીયા વાસ, કલ્યાણપર રોડ, ટંકારા વાળાએ સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.