હળવદ : હળવદ - ધ્રાંગધ્રા હાઇવે પર પરિશ્રમ હોટલ નજીક ગત તા.28ના રોજ રોંગ સાઈડમાં આવેલ ધસી આવેલા જીજે - 36 - વી - 7895 નંબરના છોટા હાથી ચાલકે જીજે - 13 - એન - 7314 નંબરના બાઇકને હડફેટે લેતા શક્તિસિંહ બળવંતસિંહ વાઘેલા રહે.હળવદ, ભવાનીનગર વિસ્તાર વાળાને પગમાં ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે હળવદ પોલીસે છોટા હાથી ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.