હળવદ : હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર સુખપર નજીક ગત તા.26 જુનના રોજ જીજે - 12 - ઇડી - 3931 નંબરનું બાઈક લઈ જઇ રહેલા પ્રવીણભાઈ બાબુભાઇ મકવાણા ઉ.39 રહે.નલિયાટીંબા, તા.રાપર કચ્છ વાળાના બાઈક આડે ગાય આડી ઉતરતા રોડની સાઈડમાં બાઈક લેવા જતા આગળ જતા એમપી - 69 - એ - 1964 નંબરની ટ્રેક્ટરની ટ્રોલી પાછળ અથડાતા બાઈક ચાલક પ્રવીણભાઈને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.