ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામની સીમમાં નેસડા સુરજી ગામ તરફ જવાના કાચા રસ્તા પર આવેલ પાણી ભરેલા ખાડામાં ડૂબી જતાં નેસડા સુરજી ગામે રહેતા ગીરીશભાઈ ઉર્ફે ગીલો રામજીભાઈ કાસુન્દ્રા ઉ.45 નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.