કલેકટર સ્વપ્નિલ ખરેએ ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો: દફતર તપાસણી કરી ઉપલબ્ધ સુવિધાઓની વિગતો મેળવીમોરબી: મોરબી જિલ્લા કલેકટર સ્વપનીલ ખરે દ્વારા ટંકારા તાલુકાના જોધપર ઝાલા ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ ગ્રામ પંચાયતમાં સામાન્ય દફતર તપાસણીની કામગીરી હાથ ધરી હતી. તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમાં એક રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાત્રીસભામાં ગ્રામ્ય કક્ષાએ ચાલતી સરકારના અલગ-અલગ વિભાગોની વિવિધ યોજનાઓ વિશે ગ્રામજનોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.આ સાથે જ કલેકટર સ્વપ્નિલ ખરેએ જોધપર ઝાલા ગામમાં ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ વિવિધ જાહેર સુવિધાઓ અને વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી તેમજ ગ્રામજનો સાથે સીધો સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.#MorbiUpdate #Tankara #JodhparJhala #MorbiCollector #SwapnilKhare #RatriSabha #MorbiNews