EMT અને પાયલોટ સહિતના સ્ટાફે ઉત્સાહભેર શ્રમદાન કર્યુંવાંકાનેર : વાંકાનેર 108 ટીમ દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત એક વિશેષ સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ટીમ દ્વારા આસપાસના વિસ્તારમાં સફાઈ કામગીરી કરીને લોકોને સ્વચ્છતા રાખવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.આ સફાઈ અભિયાનમાં 108 ઇમરજન્સી સેવાના EMT તરીકે ફરજ બજાવતા હિતેશ ભાઈ ઝાપડા અને કિશનભાઈ માલકિયા, તેમજ પાયલોટ તરીકે ફરજ બજાવતા રવિભાઈ દેવમુરારી, લાલજીભાઈ પ્રાલિયા અને યુવરાજસિંહ સહિતના સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શ્રમદાન કર્યું હતું.#Wankaner #Morbi #108Ambulance #SwachhataHiSeva #CleanIndia #MorbiUpdate