ANCD શાખા દ્વારા 2920 પશુઓનું RFID ટેગિંગ કરાયું: પશુ અને પેટ ડોગ માલિકોને રજીસ્ટ્રેશન કરાવવા અપીલમોરબી: જાહેર માર્ગો પર રખડતા પશુઓનો ત્રાસ દૂર કરવા માટે મોરબી મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા જુલાઈ 2026 સુધીમાં જાહેર માર્ગ પર અડચણરૂપ થતાં કુલ 3502 રખડતા પશુઓને પકડવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વિવિધ વિસ્તારોમાંથી પકડાયેલા આ તમામ ઢોરોને મોરબી જિલ્લાની આજુબાજુની ગૌશાળાઓ તથા પાંજરાપોળમાં આશ્રય માટે મોકલી આપવામાં આવ્યા છે.મોરબી મનપા વિસ્તારમાં અત્યાર સુધીમાં 306 પશુ માલિકોને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. શહેરમાં વ્યવસ્થિત રીતે ઘાસ વેચાણ થાય તે માટે 33 લોકોને પરમિટ આપવામાં આવી છે. તેમજ 49 નાગરિકોના પાલતુ શ્વાન (Pet Dog) નું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. પશુઓની ઓળખ માટે અત્યાર સુધીમાં કુલ 2920 પશુઓનું RFID તથા ટેગિંગ (Tagging) પૂર્ણ કરી લેવાયું છે.ANCD શાખાના અધ્યક્ષ દ્વારા મોરબીના તમામ પશુ માલિકોને પોતાના પશુઓનું અનિવાર્યપણે રજીસ્ટ્રેશન કરાવવા તેમજ પેટ ડોગ ધરાવતા નાગરિકોને પણ વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે જ મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ RFID અને ટેગિંગની આ ઝુંબેશ સતત યથાવત રાખવામાં આવશે તેમ જણાવાયું છે.#Morbi #MorbiUpdates #MorbiMahanagarpalika #ANCD #StrayCattle #AnimalWelfare #DogRegistration #RFIDTagging