ખેતરોમાં વીજપોલ નાખવાની કામગીરી સામે ચાલી રહેલા બિનરાજકીય આંદોલનને રાણેકપરના ખેડૂતો અને ગ્રામજનોએ આપ્યો ટેકોવાંકાનેર : મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાની કામગીરી સામે ખેડૂતો દ્વારા જે બિનરાજકીય આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, તેને આસપાસના ગામોમાંથી પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે. વાંકાનેર તાલુકાના રાણેકપર ગામની વિવિધ સંસ્થાઓ અને ગ્રામજનો દ્વારા આ આંદોલનને લેખિતમાં સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.રાણેકપર ગ્રામ પંચાયત, રાણેકપર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ અને રાણેકપર સેવા સહકારી મંડળી લિમિટેડ દ્વારા જેતપર આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે. રાણેકપર ગ્રામ પંચાયતના સરપંચ, દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ તેમજ સેવા સહકારી મંડળીના પ્રમુખ સહિત રાણેકપર ગામના સૌ ખેડૂતો અને ગ્રામજનોએ આ લડતમાં પોતાનો સહકાર આપ્યો છે.સહકારી મંડળીઓ અને પંચાયત દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જેતપર ગામે ખેડૂતોના હિત માટે ચાલી રહેલા આ બિનરાજકીય આંદોલનને તેઓ સંપૂર્ણ ટેકો આપે છે. આગામી સમયમાં ખેડૂત સમિતિ જે પણ નિર્ણય લેશે, તેમાં રાણેકપર ગામનો સંપૂર્ણ સાથ અને સહકાર રહેશે.#Morbi #JetparAndolan #Ranekpar #FarmersProtest #Wankaner #MorbiUpdate #MorbiNews #KhedutAndolan