બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, 3 જુલાઈએ લો-પ્રેશર બનવાની શક્યતાટંકારા : હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા) દ્વારા 1 થી 8 જુલાઈ સુધીની હવામાન આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, આગામી સમયમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના તમામ વિસ્તારોને ચોમાસું આવરી લે તેવી શક્યતા છે. હાલ બંગાળની ખાડીમાં એક UAC (અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન) સિસ્ટમ છે, જેના પ્રભાવ હેઠળ 3 જુલાઈએ લો-પ્રેશર સિસ્ટમ બને તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય હોવાથી આગાહીના સમયમાં ગુજરાતથી બંગાળ સુધી એક શીયર ઝોન બનશે. આ પરિબળોને લીધે દક્ષિણ ગુજરાત, મધ્ય-પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.સૌરાષ્ટ્ર, કચ્છ અને મોરબીમાં કેવો રહેશે વરસાદી માહોલ?સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારો તેમજ બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, પરંતુ કચ્છ બાજુ વરસાદનું જોર થોડું ઓછું રહી શકે છે. મોરબીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આજની વાત કરીએ તો, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મહુવા, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબીના રાજકોટ તરફના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.700hpa શીયર ઝોન પર રહેશે કચ્છનો આધારઆ સિસ્ટમમાં ગુજરાત સુધી જે 700hpa શીયર ઝોન બને છે, તે જો થોડોક આગળ લંબાય તો કચ્છ અને તેને લાગુ વિસ્તારોને પણ વરસાદનો સારો લાભ મળી શકે છે. જો સિસ્ટમ આગળ ન વધે તો કચ્છમાં વરસાદનું જોર ઓછું રહેશે.#MorbiUpdate #MorbiNews #GujaratWeather #Monsoon #RainForecast #Morbi #Saurashtra #Kutch #WeatherUpdate