મોરબી એલસીબી અને ટંકારા પોલીસની સંયુક્ત કાર્યવાહી: 82,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્તટંકારા: ટંકારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઘુનડા (સજ્જનપર) ગામની સીમમાં તળાવમાંથી મોટરનો કોપર કેબલ વાયર ચોરીના ગુનામાં મોરબી એલસીબી અને ટંકારા પોલીસે એક આરોપીને કુલ 82,600 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.તળાવમાંથી થઈ હતી કેબલની ચોરીગત 28/05/2026 ના રોજ સવારના 05:30 વાગ્યા પહેલા ઘુનડા ગામની સીમમાં આવેલા ઢબુકિયુ તરીકે ઓળખાતા તળાવમાંથી આશરે 150 ફૂટ લાંબો અને આશરે 20 કિલો વજન ધરાવતો, 6,600 રૂપિયાની કિંમતનો ઇલેક્ટ્રિક મોટરનો કોપર કેબલ વાયર કોઈ અજાણ્યો ચોર ચોરી કરી ગયો હતો. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે અંગે બાતમીના આધારે પોલીસે એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.પકડાયેલ આરોપી 1. મહાવીરભાઈ મનોજભાઈ રાઠોડ (રહે. મોરબી-2, મહેન્દ્રસિંહજી હોસ્પિટલની સામે, આઠ ઓરડીમાં, તા.જી. મોરબી) પકડવાના બાકી આરોપીઓના નામ: 2. વિપુલ આનંદભાઈ આમરોણીયા (રહે. રાજકોટ) 3. ડાડા નામની વ્યક્તિ (રહે. રાજકોટ) 4. મામા નામની વ્યક્તિ (રહે. રાજકોટ) તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરકબજે કરાયેલો મુદ્દામાલ:પોલીસે આરોપી પાસેથી ઇલેક્ટ્રિક મોટરનો આશરે 150 ફૂટ જેટલો કેબલ વાયર (જેનું વજન 22 કિલો, કિંમત 6,600 રૂપિયા) તેમજ ચોરીના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોટર સાયકલ, રિક્ષા અને મોબાઈલ ફોન મળી કુલ 82,600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.#Morbi #MorbiUpdate #Tankara #MorbiPolice #CrimeNews #TheftCaseSolved #GujaratPolice