24 થી 30 જૂન દરમિયાન ફાયર બ્રિગેડ દ્વારા સઘન ચેકિંગ અને ટ્રેનિંગ અભિયાન હાથ ધરાયું : 1 રેસ્કયુ અને 7 આગના કોલ એટેન્ડ કરાયામોરબી : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતતા લાવવા અને હોનારતો રોકવાના ભાગરૂપે વિશેષ પ્રિવેન્શન કામગીરી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં તા. 24/06/2026 થી 30/06/2026 સુધીના સમયગાળામાં ફાયર વિભાગ દ્વારા અલગ-અલગ સંસ્થાઓમાં ટ્રેનિંગ આપવાની સાથે કડક ઇન્સપેક્શન પણ કરવામાં આવ્યું છે.વિવિધ ક્ષેત્રોમાં ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ આપવામાં આવીલોકો આપત્તિના સમયે ફાયર સેફ્ટીના સાધનોનો યોગ્ય ઉપયોગ કરી શકે અને નાની-મોટી દુર્ઘટનાઓ અટકાવી શકાય તે માટે અગ્નિશમન શાખા દ્વારા મોરબીમાં કુલ 86 લોકોને તાલીમ આપવામાં આવી હતી. જેમાં 2 હોસ્પિટલમાં 17 સ્ટાફ મેમ્બર્સ, 3 ઇન્ડસ્ટ્રીઝમાં 51 લોકો, 1 પેટ્રોલ પંપમાં 8 કર્મચારીઓને તથા 1 કોમર્શિયલ બિલ્ડીંગમાં 10 લોકોને ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી હતી. ફાયર સેફ્ટી ચેકિંગ અને નોટિસની કાર્યવાહીફાયર પ્રિવેન્શન કામગીરીના ભાગરૂપે મોરબીની વિવિધ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (FOC) અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન જે બિલ્ડીંગોમાં ખામીઓ કે અપૂર્તતા જોવા મળી, તેમને ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને જરૂરી ગાઇડલાઇનનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) માટે આવેલી 4 અરજીઓને આગળની કાર્યવાહી માટે આર.એફ.ઓ. (RFO) કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.1 રેસ્કયુ અને 7 આગના બનાવોમાં ત્વરિત કામગીરીઆ જ સમયગાળા દરમિયાન મોરબીમાં 1 રેસ્કયુ કોલ અને 7 અલગ-અલગ જગ્યાએ આગ લાગવાના બનાવો બન્યા હતા. આ તમામ ઘટનાઓમાં ફાયર વિભાગના જવાનોએ ફુલ PPE કીટ અને આધુનિક સાધનો સાથે સજ્જ થઈને તાત્કાલિક ફાયર ફાઈટીંગ હાથ ધર્યું હતું અને જાનમાલનું મોટું નુકસાન થતા અટકાવ્યું હતું.ઇમરજન્સી સમયે આ નંબરો પર સંપર્ક કરવા અપીલચીફ ફાયર ઓફિસર દ્વારા મોરબીના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ નાની-મોટી અકસ્માત કે આગની ઘટના સમયે તાત્કાલિક ધોરણે મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસનો સંપર્ક કરવો, જેથી મોટી જાનહાનિ કે આપદા નિવારી શકાય.• લેન્ડલાઈન નંબર: 02822-230050• ઇમરજન્સી નંબર્સ: 101 અને 112#Morbi #MorbiUpdate #MorbiFireBrigade #FireSafety #MorbiNagarpalika #FireTraining #EmergencyServices #GujaratNews