જી.આઈ.ડી.સી. શનાળા રોડ ખાતેથી શરૂ થયેલી રેલી જેતપર પહોંચી ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કરશેમોરબી : મોરબીના જેતપર મુકામે વીજ લાઇનના પ્રશ્નને લઈને ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ખેડૂતો પોતાની માંગણીઓને લઈને આંદોલન છાવણીમાં આમરણાંત ઉપવાસ પર બેઠા છે, ત્યારે આ ખેડૂતોના આંદોલનને વેગ આપવા અને તેમને ન્યાય અપાવવા માટે મોરબી જિલ્લા પાટીદાર એડવોકેટ લીગલ સેલ મેદાને આવ્યું છે.ખેડૂતોને મજબૂત સમર્થન આપવા માટે મોરબી જિલ્લા પાટીદાર એડવોકેટ લીગલ સેલ દ્વારા વિશાળ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં જોડાવા મોરબીના જી.આઈ.ડી.સી. શનાળા રોડ, જી.આઈ.ડી.સી. નાકા પાસે તમામ એડવોકેટ્સ એકઠા થયા હતા. ત્યાંથી રેલીનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે. રેલીમાં એકસૂત્રતા સાથે તમામ એડવોકેટ ડ્રેસમાં જોડાયા છે. આ કાર રેલી મોરબીના નવા બસ સ્ટેન્ડ અને શનાળા રોડથી શરૂ થઈને જેતપર આંદોલન છાવણી સુધી જવાની છે. જેતપર ખાતે પહોંચી એડવોકેટસ ખેડૂત આંદોલનને પોતાનું પૂરું સમર્થન જાહેર કરશે.#MorbiUpdate #MorbiNews #Jetpar #FarmersProtest #PatidarLegalCell #AdvocateRally #KhedutAndolan #Morbi #SanalaRoad