સામાન્ય વાતમાં ગેરસમજ ઉભી થઇ છે, હું હકાભા ગઢવીની માફી માંગુ છું, તેઓ ગમે ત્યારે આવી શકે છે : ઉપવાસી નિલેશભાઈ એરવાડિયાhttps://youtube.com/shorts/BJwdomSui_M?si=pK1yIQbn9C372N60મોરબી : જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનના શરૂઆતના દિવસોમાં હકાભા ગઢવીનો લોકડાયરો યોજાયો હતો. ત્યારે હકાભા ગઢવીએ ખેડૂતોનું ખુલ્લીને સમર્થન કરી ખેડૂતોના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ પણ એક વાર હકાભા ગઢવીએ છાવણીની મુલાકાત લઈ સરકાર જો નહિ માને તો પોતે પણ ઉપવાસ ઉપર બેસી જવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ઘટના ક્રમ બાદ આજે મોટો વણાંક આવ્યો છે. હકાભા ગઢવીએ એવા આક્ષેપ કર્યા છે કે તેઓને ઉપવાસ છાવણીમાં આવવાની ના પાડી દેવામાં આવી છે.'આગેવાનોએ જ મને છાવણીમાં આવવાની ના પાડી છે' : હકાભા ગઢવીકલાકાર હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂતો તેમને પૂછી રહ્યા છે કે તેઓ જેતપર છાવણીમાંથી કેમ ગાયબ થઈ ગયા છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ 2 વાર છાવણીમાં આવ્યા હતા, પરંતુ તેઓ ગાયબ નથી થયા, બલકે આંદોલનના આગેવાનો દ્વારા જ તેમને ત્યાં આવવાની ના પાડવામાં આવી છે. હકાભાએ ખેડૂતોને ચેતવતા કહ્યું હતું કે તેઓ ખેડૂતો સાથે વિશ્વાસઘાત નહીં થવા દે. તેમણે આંદોલનમાં પારદર્શિતા લાવવા અને ભવિષ્યમાં કોઈ દગો ન થાય તે માટે આંદોલન સ્થળે 5 કેમેરા લગાવવાની અને કોઈ 1 જ વ્યક્તિને જવાબદાર આગેવાન બનાવવાની માંગ કરી હતી. વધુમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈ રાજકારણમાં જવા કે ખેડૂતોના નેતા બનવા નથી માંગતા, પરંતુ પોતાની રીતે ખેડૂતોને સમર્થન આપતા રહેશે અને તેમનો અવાજ સરકાર સુધી પહોંચાડતા રહેશે.નિલેશ એરવાડિયાની સ્પષ્ટતા: 'આ માત્ર ગેરસમજ છે, સ્ટેજ 24 કલાક આપના માટે ખુલ્લું છે'હકાભા ગઢવીની નારાજગી સામે આવ્યા બાદ ખેડૂત આંદોલનમાં ઉપવાસ પર બેઠેલા નિલેશ એરવાડિયાએ તરત જ સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે આ સમગ્ર ઘટના માત્ર એક ગેરસમજ છે. તેમણે કહ્યું કે 2-3 દિવસ પહેલા હકાભાનો ફોન આવ્યો ત્યારે જેતપરના સ્થાનિક વિકાસભાઈ સાથે તેમની વાત થઈ હતી. વિકાસભાઈએ તેમને માત્ર એટલું જણાવ્યું હતું કે હાલ સમિતિની મીટીંગ ચાલુ છે, તેથી આવડા મોટા કલાકારનું યોગ્ય સ્વાગત કે આગતાસ્વાગતા ન થઈ શકે, માટે તમે આજે નહીં પણ કાલે આવજો. આ સામાન્ય વાતચીતમાં ગેરસમજ ઊભી થઈ હતી. નિલેશ એરવાડિયાએ હકાભા ગઢવીના સમર્થનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાંથી એક જ એવો કલાકાર છે જે ખુલ્લા દિલથી ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે, જેનો ખેડૂતોને ગર્વ છે. તેમણે આંદોલન સમિતિ વતી તેમની માફી માંગી હતી. અંતમાં તેમણે હકાભાને ખાતરી આપી હતી કે આંદોલનનું સ્ટેજ 24 કલાક તેમના માટે ખુલ્લું છે અને તેઓ ગમે ત્યારે પધારી શકે છે.#MorbiUpdate #JetparFarmersProtest #HakabhaGadhvi #NileshErvadiya #GujaratFarmers #MorbiNews #KhedutAndolan #Jetpar #Morbi