માજી સૈનિક સેવા ફાઉન્ડેશને ખેડૂતોની પડખે ઊભા રહીને યોગ્ય વળતર ચૂકવવા કરી રજૂઆતમોરબી : મોરબીના જેતપરમાં ખાનગી પાવર કંપની દ્વારા ખેતીની જમીનમાં વીજપોલ ઊભા કરવાની ચાલી રહેલી કામગીરી સામે સ્થાનિક ખેડૂતો લાંબા સમયથી શાંતિપૂર્ણ આંદોલન ચલાવી રહ્યા છે.ત્યારે હવે ખેડૂતોની આ લડતને ગુજરાત રાજ્ય માજી સૈનિક સેવા ફાઉન્ડેશનનું સંપૂર્ણ સમર્થન સાંપડ્યું છે.માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના પ્રમુખ નિમાવત જીતેન્દ્ર એમ. દ્વારા આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા અનુસાર, દેશની સરહદો પર સેવા આપી ચૂકેલા માજી સૈનિકો હંમેશા ખેડૂતોના હક અને સન્માનની સાથે ઊભા રહ્યા છે અને આગળ પણ રહેશે.તંત્ર અને વીજ કંપનીના વિલંબથી ખેડૂતોમાં નિરાશાપત્રમાં આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જેતપર વિસ્તારના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી લોકશાહી માર્ગે વળતર માટે વારંવાર રજૂઆતો કરી રહ્યા છે. તેમ છતાં આજદિન સુધી વહીવટી તંત્ર અને વીજ કંપની દ્વારા કોઈ સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી. સંબંધિત તંત્ર દ્વારા નિર્ણય લેવામાં વિલંબ થતાં ખેડૂતો ભારે આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વર્ષભર કઠિન પરિશ્રમ, કુદરતી આફતો અને અનિયમિત વરસાદ વચ્ચે પણ દેશ માટે અનાજ પકવતા ખેડૂતની જમીન બદલ પૂરતું વળતર ન મળવું તે અત્યંત ચિંતાજનક બાબત છે.તાકીદે બેઠક યોજી ન્યાયપૂર્ણ ઉકેલ લાવવા માંગમાજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા સરકારને અપીલ કરવામાં આવી છે કે આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગો, જિલ્લા વહીવટી તંત્ર અને અદાણી વીજ કંપનીના અધિકારીઓને ખેડૂતો સાથે તાત્કાલિક બેઠક યોજવા સૂચના આપવામાં આવે. સરકારના નિયમો મુજબ પારદર્શક અને ન્યાયસંગત વળતર ચૂકવવાની પ્રક્રિયા તાકીદે શરૂ કરીને ખેડૂતોને આર્થિક કટોકટીમાંથી મુક્ત કરવામાં આવે. #MorbiNews #MorbiUpdate #FarmersProtest #JetparFarmers #AdaniPower #MajiSainikFoundation #JaiJawanJaiKisan #GujaratFarmers #CompensationIssue