પ્રેમપ્રકરણમા બિહારી પરિવારે પથ્થર મારી યુવાન પણ ફાયરિંગ કર્યાની ફરિયાદ નોંધાઇ હતીમોરબી : મોરબી શહેરના ત્રાજપર વિસ્તારમાં યુવતીના ઘર પાસે આંટાફેરા કરી અવાજ કરતા યુવક પર યુવતીના પરિવારજનોએ હુમલો કરી ફાયરિંગ કરવાના બનાવમાં યુવકે ફરિયાદ નોંધાવ્યા બાદ યુવતીના ભાઈએ પણ વળતી ફરિયાદ નોંધાવી આરોપી યુવકે પથ્થરના ઘા ઝીકી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વળતી ફરિયાદ નોંધાવતા તમામની ધરપકડ કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ત્રાજપર વિસ્તારમાં પવનપાર્કમાં રહેતા હિમાંશુ નિરંજનકુમાર બિંદ ઉ.22 નામના યુવકે આરોપી ચિરાગ સનુરા, રાહુલ અને કરણ રહે.તમામ મોરબી વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી ચિરાગ સનુરા છેલ્લા ચાર મહિનાથી તેમના ઘર પાસે આવી ખોટા અવાજ કરતો હોવાથી હિમાંશુભાઈએ આરોપીને ફોન કરતા આરોપી ચિરાગ સનુરાએ વાતચીત કરવા ઓરીએન્ટલ બેન્ક ત્રાજપર પાસે બોલાવ્યા હતા.જ્યાં ફરિયાદી હિમાંશુ અને તેમના પિતા નિરંજનકુમાર જતા આરોપીએ ફરિયાદી અને સાહેદોને બેફામ ગાળો આપી પથ્થરના ઘા ઝીકી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.