અમેરિકાના મિનેસોટાથી ચંદુભાઈએ જેતપરના હિતેશ અધારાને વીડિયો મોકલી ખેડૂતોની લડતને આપ્યો ટેકોમોરબી: મોરબીના જેતપર પંથકમાં ચાલી રહેલા ખેડૂત ક્રાંતિ આંદોલનની ગૂંજ હવે છેક વિદેશ સુધી પહોંચી ગઈ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો દ્વારા વીજ કંપની સામે શરૂ થયેલા આ આંદોલનને હવે વિદેશમાં વસતા એનઆરઆઈનું પણ સમર્થન મળી રહ્યું છે.અમેરિકાના મિનેસોટા સ્ટેટમાં રહેતા ચંદુભાઈએ જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં એક ખાસ વીડિયો સંદેશ મોકલ્યો છે. તેમણે આ વીડિયો તેમના મિત્ર અને જેતપરના રહેવાસી હિતેશ અધારાને મોકલીને ખેડૂતોની ન્યાયની લડતમાં પોતાની એકતા દર્શાવી છે. ચંદુભાઈએ વીડિયોના માધ્યમથી જણાવ્યું છે કે ખેડૂતોને પૂરો ન્યાય મળે અને તેમનું આંદોલન સફળ થાય તે માટે તેઓ વિદેશમાં રહીને પણ આ લડતને સમર્થન જાહેર કરે છે.#Morbi #Jetpar #FarmerProtest #KhedutAndolan #MorbiNews #USA #SupportFarmers #MorbiUpdate