મોરબી: જેતપર (મચ્છુ) ગામે હાલમાં ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે અનશન આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ ખેડૂત આંદોલનને વધુ એક ગામનું સમર્થન પ્રાપ્ત થયું છે. મોરબી તાલુકાના શનાળા (તળાવિયા) ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોના હિતમાં આ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે.શનાળા (ત.) ગ્રામ પંચાયતના સરપંચ ઠાકરશીભાઈ હરજીભાઈ કુંડારિયા દ્વારા લેખિત આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, શનાળા ગ્રામ પંચાયત ખેડૂતોની સાથે કાયમના માટે સારા તેમજ ખરાબ દિવસોમાં સમર્થન આપનાર અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપનાર પંચાયત છે. આથી, જેતપર (મચ્છુ) ખાતે ચાલી રહેલા અનશન આંદોલનના સમર્થનમાં તળાવિયા શનાળા ગ્રામ પંચાયત પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કરે છે. વધુમાં સરપંચ ઠાકરશીભાઈ કુંડારિયાએ ખાતરી આપી છે કે, આંદોલનને વધારે મજબૂત બનાવવા માટે આંદોલન કમિટી ભવિષ્યમાં જે પણ નિર્ણય લેશે તેમાં શનાળા ગ્રામ પંચાયતનો સંપૂર્ણ સાથ અને સહકાર રહેશે.#Morbi #MorbiUpdate #JetparMachchhu #FarmersProtest #KhedutAndolan #ShanalaGramPanchayat #GujaratNews