સમજાવવા આવેલા ભાજપના નેતાઓનો પણ ઉધડો લીધો : જેતપરના ખેડૂતોને પારણા કરાવો પછી આગળ વાત, સરપંચોની સ્પષ્ટ માંગમોરબી : હળવદ મામલતદાર કચેરી ખાતે 22 ગામના સરપંચો અને ખેડૂતોની કલેક્ટરની અધ્યક્ષતામાં વીજલાઇન અને વળતરના પ્રશ્ને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, ખેડૂતોએ કલેક્ટર અને પ્રાંત અધિકારી સાથે બંધ બારણે મીટિંગ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો અને કચેરીની બહાર ખુલ્લામાં જ રજૂઆત સાંભળવાની માંગ કરી હતી. આ બેઠકમાં 35 જેટલા સરપંચો એકત્રિત થયા હતા. ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ અલગથી કોઈ મીટિંગ કરવા માંગતા નથી. છેલ્લા ઘણા દિવસથી જેતપુર ખાતે ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, અને હળવદ પંથકના તમામ ખેડૂતો તેમજ સરપંચો જેતપુરના ખેડૂતોના સમર્થનમાં છે.જેતપુરની ઉપવાસ છાવણીની 6 માંગણીઓ સ્વીકારવા માંગસરપંચો અને ખેડૂતોની માંગ છે કે કલેક્ટર જેતપર જાય અને ત્યાંના ખેડૂતોએ સરકારને આપેલી 6 માંગણીઓનો સ્વીકાર કરે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર અને અધિકારીઓ ખેડૂતોને અલગ પાડવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતો એકજૂટ છે. ખેડૂતોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં અદાણી કંપની દ્વારા નાખવામાં આવતી વીજલાઇનનું કામ તાત્કાલિક બંધ કરાવવામાં આવે. ખેડૂતોના ખેતરમાં ઊભા થતા 140 ટન, 180 ટન કે 200 ટનના થાંભલાઓ માટે ટન મુજબ વળતર ચૂકવવું પડશે. ખેડૂતોએ ચીમકી આપી હતી કે જો યોગ્ય વળતર નહિ મળે તો તેઓ પોતાની રીતે કાયદેસરની કાર્યવાહી કે થાંભલા હટાવવાની કામગીરી કરશે.ભાજપના નેતાઓ સમજાવવા પહોંચ્યા, ખેડૂતોએ ઉધડો લીધોઆ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ખેડૂતોએ કલેક્ટર સાથેની વાતચીતનો બહિષ્કાર કર્યા બાદ હળવદ ભાજપના નેતાઓ ખેડૂતોને સમજાવવા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. આ નેતાઓમાં હળવદ માર્કેટ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિત જિલ્લા પંચાયતના સભ્યો અને સંગઠનના આગેવાનો સામેલ હતા. પરંતુ રોષે ભરાયેલા ખેડૂતોએ આ નેતાઓનો ઉધડો લીધો હતો.#Halvad #MorbiUpdate #FarmersProtest #JetpurFarmers #AdaniPowerLine #MorbiNews #GujaratFarmers #KhedutAndolan