ખાડી દેશોના યુદ્ધના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ઉદ્યોગને બેઠો કરવા ગેસના ભાવમાં મહત્તમ રાહત આપવા માંગમોરબી: મોરબી સિરામિક ઉદ્યોગ એસોસિએશન દ્વારા નેચરલ ગેસના વર્તમાન ભાવમાં રાહત આપવા બાબતે મળેલી મૌખિક રજૂઆતના પગલે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે.કાંતિલાલ અમૃતિયાએ પત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં ખાડી દેશોના યુદ્ધને લઈને ઉત્પાદન ખર્ચ ખૂબ વધી ગયો છે અને વૈશ્વિક માંગ તદ્દન ઓછી થઈ ગઈ હોવાને કારણે સિરામિક ઉદ્યોગ હાલ વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. વધુમાં તેઓએ ઉમેર્યું છે કે, આગામી સમયમાં યુદ્ધ સમાપ્ત થતાં જ ત્યાં પુનઃનિર્માણના કાર્યો શરૂ થશે તે સંભાવનાને ધ્યાને લઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી બેઠો થઈ શકે તે માટે નેચરલ ગેસના ભાવમાં મહત્તમ રાહત આપવી જરૂરી છે. આ માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા તેમણે મુખ્યમંત્રીને અપીલ કરી છે. આ પત્રની નકલ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મુખ્ય સચિવને પણ જરૂરી કાર્યવાહી અર્થે રવાના કરવામાં આવી છે.#Morbi #MorbiUpdates #CeramicIndustry #NaturalGas #KantilalAmrutiya #BhupendraPatel #GasPriceRelief #Gujarat