મોરબી : મોરબી શહેરના નવલખી ફાટક પાસે સિલ્વર પાર્કમાં રહેતા નારણભાઈ અમુભાઈ ડાંગર ઉ.50 નામના આધેડ ગઈકાલે બપોરે પોતાના ઘેર હતા ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યા. બાદ હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.