ટિપણ નકલ, હિસ્સા ફોર્મ, જમીનના નકશા અને માપણી શીટ હવે ટંકારામાં જ ઉપલબ્ધ બનતા સમય અને નાણાંનો બચાવ થશેટંકારા: ટંકારા તાલુકાના ખેડૂતો માટે વહીવટી પ્રક્રિયા વધુ સરળ બને તે દિશામાં એક મોટું અને ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું છે. ટંકારા ખાતે નવી જમીન દફ્તર કચેરીનો વિધિવત રીતે પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ કચેરી શરૂ થતાં હવે સ્થાનિક ખેડૂતોને પોતાની જમીન સંબંધિત કામો માટે મોરબી જિલ્લા કચેરી સુધી લાંબા થવું નહીં પડે.ક્યાં શરૂ થઈ છે નવી કચેરી?આ નવી જમીન દફ્તર કચેરી ટંકારાની ગ્રામ પંચાયત મંત્રી ક્વાર્ટર, શાક માર્કેટ પાસે, દયાનંદ સરસ્વતી ચોક ખાતે શરૂ કરવામાં આવી છે. આ મધ્યસ્થ સ્થળે કચેરી શરૂ થવાના કારણે તાલુકાભરના ખેડૂતો માટે અહીં પહોંચવું ખૂબ જ સુગમ રહેશે.કઈ-કઈ સુવિધાઓ મળશે?અત્યાર સુધી ખેડૂતોને જમીન માપણી કે નકશા સંબંધિત નાની-મોટી વિગતો માટે જિલ્લા કક્ષાએ ધક્કા ખાવા પડતા હતા, જેમાં સમય અને નાણાં બંનેનો વ્યય થતો હતો. પરંતુ હવેથી ખેડૂતોને નીચે મુજબની સેવાઓ ટંકારા ખાતેથી જ મળી રહેશે:ટિપણ નકલહિસ્સા ફોર્મજમીનના નકશામાપણી શીટસ્થાનિક સ્તરે જ આ સુવિધા ઉપલબ્ધ થતાં ખેડૂતોને સરકારી બાબતો અને જમીન વહીવટના કામોમાં મોટી રાહત મળશે. જિલ્લા કક્ષાના ધક્કાઓમાંથી મુક્તિ મળતા જ તાલુકાના ખેડૂત સંગઠનો અને અગ્રણીઓએ આ નિર્ણયને આવકાર્યો છે.#Tankara #MorbiUpdate #MorbiNews #Farmers #LandRecordOffice #TankaraNews #MorbiDistrict #GujaratNews