શાપર, રંગપર, વાઘરવા અને જીવાપર સહિતના ગામના ખેડૂતોએ ઘોડા પર સવાર થઈ જેતપર પહોંચી ખેડૂત આંદોલનને આપ્યું સમર્થનમોરબી : મોરબીના જેતપર ગામે ખેડૂત ક્રાંતિ સંગઠન દ્વારા ખેડૂતોના પ્રશ્ને ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનને આસપાસના ગામોમાંથી વ્યાપક સમર્થન મળી રહ્યું છે. આજે સાંજે શાપર, રંગપર, વાઘરવા અને જીવાપર સહિતના ગામના ખેડૂતો અશ્વો પર સવાર થઈને એક ભવ્ય રેલી સ્વરૂપે જેતપર ખેડૂત છાવણી ખાતે પહોંચી ગયા છે.ખેડૂતોની આ અશ્વ રેલીનું જેતપરમાં આગમન થતાં જ સમગ્ર વાતાવરણ ખેડૂત એકતાના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં ઘોડેસવારી કરીને આવેલા ખેડૂતોએ છાવણી ખાતે ઉપવાસ પર બેઠેલા આંદોલનકારીઓનો ઉત્સાહ વધાર્યો છે અને આંદોલનને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. ગામડાઓમાંથી મળી રહેલા આ પ્રકારના અનોખા અને સક્રિય સમર્થનને પગલે ખેડૂત આંદોલનને નવી ઉર્જા મળી છે. મોટી સંખ્યામાં ખેડૂતોનું એકત્રીકરણ દર્શાવે છે કે આગામી દિવસોમાં આ આંદોલન વધુ મજબૂત બની રહ્યું છે.#MorbiUpdate #MorbiNews #KhedutKrantiSangathan #KhedutEktaMaharally #Jetpar #AshwaRally #FarmersProtest #JaiKhedut #GujaratFarmers #Morbi