વીજ પોલમાં જમીનની લૂંટ બંધ કરવા અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે કચ્છ અને સુરેન્દ્રનગરથી પદયાત્રા મોરબી જિલ્લામાંથી પસાર થશે: ધ્રોલ નજીક પદયાત્રીઓ ભેગા થઈ દ્વારકા જશેમોરબી: ગુજરાતના ખેડૂતોને થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ પાર્ટી અને કિસાન કોંગ્રેસ દ્વારા 'કિસાન અધિકાર પદયાત્રા' નું આયોજન કરવામાં આવ્યું છે. વીજ પોલમાં થતી જમીનની લૂંટ બંધ કરવા અને ખેડૂતોના વિવિધ અધિકારો માટે આ લડત શરૂ કરવામાં આવી છે. આ પદયાત્રા બે અલગ-અલગ રૂટ પરથી શરૂ થઈને ધ્રોલ આજુબાજુમાં ભેગી થશે અને ત્યાંથી દ્વારકા તરફ આગળ વધશે.બે રૂટ પરથી પદયાત્રાનો પ્રારંભ• પ્રથમ યાત્રા: તારીખ 26 જૂન 2026 ના રોજ સવારે 9:00 વાગ્યે વૂજવાણી ગામ (તા. રાપર, જિ. કચ્છ) થી પ્રસ્થાન થઈ ચૂકી છે.• બીજી યાત્રા: તારીખ 30 જૂન 2026 ના રોજ બપોરે 3:00 કલાકે કોંઢ ગામ (તા. ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર) થી શરૂ થશે.તારીખ 30/06/2026 નો રૂટ (કુલ અંતર: 12 કિમી)કોંઢ ગામથી પ્રસ્થાન થનારી આ કિસાન અધિકાર યાત્રા તારીખ 30/06/2026 ના રોજ કોંઢથી નીકળીને રતનપર થઈ સાપકડા પહોંચશે, જ્યાં પદયાત્રીઓનું રાત્રિ રોકાણ રાખવામાં આવ્યું છે.તારીખ 01/07/2026 નો રૂટ (કુલ અંતર: 25 કિમી)બીજા દિવસે એટલે કે તારીખ 01/07/2026 ના રોજ પદયાત્રા સાપકડાથી આગળ વધી દિઘડીયા થઈને સરા પહોંચશે, જ્યાં બપોરનું ભોજન અને વિરામ રાખેલ છે. ત્યારબાદ ત્યાંથી આગળ વધીને ખેતરડી ખાતે રાત્રિ રોકાણ કરવામાં આવશે.ખેડૂતો, મજૂરો, પશુપાલકો અને વંચિતોના હકની આ લડાઈને વધુ મજબૂત બનાવવા માટે કિસાન કોંગ્રેસ દ્વારા તમામ લોકોને આ પદયાત્રામાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે.#KisanAdhikarPadyatra #KisanCongress #Congress #FarmersProtest #GujaratFarmers #Dwarka #Surendranagar #Kutch #MorbiUpdate