ધ્રાંગધ્રાના કોંઢથી શરૂ થયેલી યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ જોડાયાહળવદ :ખેડૂતોના સન્માન અને તેમના હકો માટે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી 'કિસાન અધિકાર યાત્રા' આજે સાંજે હળવદ તાલુકાના સાપકડા ગામે પહોંચી છે. ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામેથી શરૂ થયેલી આ યાત્રાનું વિવિધ ગામોમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે તે સાપકડા ગામે પહોંચી હતી.સાપકડા ગામે રાત્રિ સભા અને રોકાણસાપકડા ગામે યાત્રા પહોંચ્યા બાદ ખેડૂતો માટે એક વિશેષ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ સભામાં ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આ સભામાં ખેડૂતોના પડતર પ્રશ્નો અને તેમના અધિકારો અંગે નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.અગ્રણી નેતાઓની ઉપસ્થિતિખેડૂતોના હક માટેની આ યાત્રા અને રાત્રિ સભામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, મહેશ રાજકોટિયા, લાલજી દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, નવશાદ સોલંકી અને ગીતાબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.#MorbiUpdate #HalvadNews #Congress #KisanAdhikarYatra #GujaratPolitics #FarmersRights #AmitChavda #JigneshMevani #Sapakda #GujaratNews