વાંકાનેર : વાંકાનેર તાલુકાના કલાવડી ગામે રહેતા બે સગાભાઈઓ વચ્ચે વાડીના શેઢે પડેલા પથ્થર ઉપાડવા મામલે ઝઘડો થતા સગાભાઈ પર ભાઈ, ભાભી અને ભત્રીજાએ એકસંપ કરી હુમલો કરી પથ્થરના છુટા ઘા કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કલાવડી ગામે રહેતા સાજીભાઈ હૈયાતભાઈ શેરસિયા ઉ.63એ આરોપી એવા સગાભાઇ હુસેનભાઈ હૈયાતભાઈ શેરસિયા, હલુબેન હુસેનભાઈ શેરસિયા અને આરોપી રેનીશ હુસેનભાઈ શેરસિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી અને આરોપી સગાભાઈ થતા હોય બન્નેની વાડી એક જ શેઢે આવેલ છે.જેમાં ગત તા.28ના રોજ આરોપી એવા તેમના સગાભાઈ હુસેનભાઈએ વાડીના શેઢે પડેલ પથ્થર લઈ લેવાનું ફરિયાદી સાજીભાઈને કહેતા સાજીભાઈએ કહ્યું હતું કે, મારો દીકરો આવશે એટલે પથ્થર લઈ લેશે. જો કે, આરોપીઓને આ બાબત સારી નહિ લાગતા સાજીભાઈ પર છુટા પથ્થરના ઘા કરી ઇજાઓ કરી હતી.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.