મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા સફાઈકર્મીઓને સરકારી યોજનાઓ, આરોગ્ય અને સુરક્ષા અંગે અપાયું માર્ગદર્શનમોરબી: જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈકર્મીઓ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન સફાઈકર્મીઓને મહિલાઓ અને બાળકોના અધિકારો, વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ, વ્યક્તિગત સ્વચ્છતા, આરોગ્ય જાળવણી, કાર્યસ્થળે સુરક્ષા તેમજ સામાજિક જાગૃતિ જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ, સફાઈકર્મીઓને પોતાના અધિકારો અને ફરજો અંગે માહિતગાર કરી સુરક્ષિત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે, આવા જાગૃતિ કાર્યક્રમો દ્વારા સફાઈકર્મીઓમાં આરોગ્ય, સુરક્ષા અને સામાજિક જવાબદારી અંગે જાગૃતિ વધે છે, જેથી તેઓ સરકારી યોજનાઓનો વધુ અસરકારક રીતે લાભ મેળવી શકે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સફાઈકર્મીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપીને માર્ગદર્શનનો લાભ લીધો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #AwarenessProgram #SolidWasteManagement #SafaiKarmachari #WomenAndChildDevelopment