આ વિસ્તારમાં હવે મિલકત તબદીલી માટે કલેક્ટરની મંજૂરી ફરજિયાત : 28 જૂન 2031 સુધી 5 વર્ષ માટે અશાંતધારો લાગુ કરતું જાહેરનામું પ્રસિદ્ધમોરબી : મોરબી શહેરમાં વાવડી રોડ , માધાપર, વજેપર અને જુના મોરબી સહિતના વિસ્તાર બાદ હવે કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાનો ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે આ વિસ્તારોમાં મિલકત તબદીલી માટે કલેક્ટરની મંજૂરી ફરજિયાત રહેશે.આ જાહેરનામાની જોગવાઈ મુજબ, 29 જૂન 2026 થી 28 જૂન 2031 સુધીના 5 વર્ષના સમયગાળા માટે આ વિસ્તારોમાં કોઈપણ સ્થાવર મિલકતની તબદીલી (ટ્રાન્સફર કે લે-વેચ) કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના કરી શકાશે નહીં. જો કલેક્ટરની મંજૂરી વિના મિલકત ટ્રાન્સફર કરવામાં આવશે, તો તેને કાયદેસર ગણવામાં આવશે નહીં અને તે રદબાતલ ગણાશે. નાયબ સચિવ ડી. બી. નિમાવત દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે.અશાંત ધારા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોનગર દરવાજા પોલીસ સ્ટેશન A ડિવિઝન હેઠળ આવતા મુખ્ય વિસ્તારો અને તેની આસપાસના 500 મીટરના વિસ્તારોનો આ કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં મુખ્યત્વે કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લાટી પ્લોટ, સરદાર બાગ, ન્યૂ આદર્શ સોસાયટી, વિઠ્ઠલ નગર, ચંદ્રેશ નગર, જનતા સોસાયટી, ન્યૂ બસ સ્ટેન્ડ અને મહાવીર સોસાયટી, રેવન્યુ પાર્ક,અયોધ્યાપુરી રોડ, નવા ડેલા રોડ, જૂનું બસ સ્ટેન્ડ, સાવસર પ્લોટ, સરદાર રોડ, ઘાંચી શેરી, રાવલ શેરી, કુંભાર શેરી, વજેપર, રવાપર રોડના 500 મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારો આવરી લેવાયા છે. #MorbiUpdate #MorbiNews #GujaratGovernment #DisturbedAreasAct #MorbiCollector #GujaratNews #MorbiPolice #RevenueDepartment #MorbiCity