મિત્રએ જ મિત્રની લાકડાના ધોકાથી હત્યા કરી દીધી હતીટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામે ખેતરમાં મજૂરી કરતા શ્રમિકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. પાકીટની ચોરી બાબતે થયેલા ઝઘડામાં એક શ્રમિકે તેના જ મિત્રની લાકડાના ધોકા વડે હુમલો કરી ક્રૂર હત્યા કરી નાખી હતી. ટંકારા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે.બનાવની વિગતનસીતપર ગામે અશોકસિંહ હનુભા ઝાલાની વાડી આવેલી છે. આ વાડીમાં ખેતમજૂરી કરતા રવિભાઈ બાબુભાઈ ચોરાસા (રહે. મોરબી) અને તેનો મિત્ર અનિલ અશ્વિનભાઈ મકવાણા (રહે. મોરબી) બંને વાડીએ બેઠા હતા. તારીખ 28/06/2026 ના રાત્રિના 10 વાગ્યાના અરસામાં અનિલ મકવાણાનું પાકીટ રવિભાઈ ચોરાસાએ લઈ લીધું હતું. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન અનિલ અશ્વિનભાઈ મકવાણાએ રવિભાઈ બાબુભાઈ ચોરાસાને લાકડાના ધોકા વડે શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેમની હત્યા કરી નાખી હતી અને ત્યાંથી નાસી ગયો હતો.આ અંગે બાતમીના આધારે ટંકારા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી અનિલ અશ્વિનભાઈ મકવાણા (ઉં.વ. 42, રહે. મોરબી વીસીપરા, કુલીનગર-1) ને તારીખ 29/06/2026 ના રોજ અટક કરી લીધો છે. તેમજ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ લાકડાનો ધોકો (કિંમત રૂપિયા 20,000) અને 1 નંગ મોબાઈલ ફોન (કિંમત રૂપિયા 5,000) કબજે કર્યા છે. #MorbiNews #TankaraPolice #MurderCaseSolved #MorbiUpdates #CrimeNews #GujaratPolice #Tankara #Morbi