પત્નીએ ફોન કરવા છતાં જવાબ ન આપ્યો, અન્ય ફ્લેટ પતિ મિત્ર સાથે હાજર હોય પત્ની બોલાવવા જતા પતિનો ગુસ્સો ફાટ્યોમોરબી : મોરબી શહેરના એસપી રોડ પર રહેતા અને પેકેજિંગનો વ્યવસાય કરતા પતિ મોડી રાત્રી સુધી ઘેર ન આવતા પત્નીએ મોબાઈલમાં અનેક ફોન કરવા છતાં ફોનનો પણ જવાબ નહિ આપતા પત્ની પતિને શોધવા માટે અન્ય ફ્લેટ પર જતાં ફ્લેટમાં મિત્ર સાથે હાજર પતિએ ઘેર આવવા ઇનકાર કરી બાદમાં ઘેર આવી પત્નીને ઢીકા પાટુનો માર મારી બટકા ભરી લેતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના એસપી રોડ પર ફ્લોરા -17 એપાર્ટમેન્ટમાં રહેતા ક્રિષ્નાબેન આકાશભાઈ જીવાણી ઉ.30 નામના પરિણીતાએ આરોપી એવા પોતાના પતિ આકાશ હરજીભાઈ જીવાણી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેમના પતિ કુટુંબમાં એક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા ન હતા અને રાત્રીના મોડે સુધી ઘેર ન આવતા અનેક ફોન કરવા છતાં ફોનનો જવાબ આપ્યો ન હતો.બાદમાં ક્રિષ્નાબેન તેમના ફ્લોરા રિવર સાઈડ ફ્લેટ ખાતે મોડીરાત્રે તપાસ કરવા જતા પતિ તેમના મિત્ર સાથે ત્યાં હાજર હતા.આ વેળાએ ક્રિષ્નાબેને કહ્યું હતું કે, કેમ ફોનના જવાબ નથી આપતા, ચાલો ઘરે તેમ કહેવા છતાં પતિ આકાશ ઘેર આવ્યો ન હતો.બાદમાં મોડીરાત્રે ઘેર આવી ફરિયાદી ક્રિષ્નાબેન તેમજ તેમના સાસુ અને સસરાને ગાળો આપી પતિ આકાશે ક્રિષ્નાબેનને ઢીકા પાટુનો માર મારી છાતીના ભાગે બટકા ભરી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.