ખેડૂતોની આમરણાંત ઉપવાસ છાવણીમાં દીકરીએ મુંગી અને બહેરી સરકારને આપી ચીમકી, કહ્યું - 'આ તો માત્ર ટ્રેલર હતું, આખું પિક્ચર બહુ ભયજનક હશે'મોરબી : જેતપરમાં ખાનગી વીજલાઈન પ્રોજેક્ટના વિરોધમાં ખેડૂતો દ્વારા અન્ન ત્યાગ સાથે આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપવાસ છાવણીમાં હવે નારી શક્તિ પણ ખેડૂતોના સમર્થનમાં મેદાને ઉતરી છે. ઉપવાસ છાવણીની સભામાં એક દીકરીએ મુંગી સરકાર અને કંપનીને આકરા શબ્દોમાં ચેતવણી આપી હતી.સભાને સંબોધતા દીકરીએ જણાવ્યું હતું કે, નવા બસ સ્ટેન્ડથી જેતપર સુધી નારી શક્તિની એક વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી. તેણે મોરબી અને અન્ય ગામડાઓની મહિલાઓને 'ગુજરાતની સિંહણો' અને 'ઝાંસીની રાણીઓ' ગણાવીને સરકારને ચીમકી આપી હતી કે જો આ સિંહણો મેદાનમાં બોલવા ઉતરશે તો વિરોધીઓને વેરવિખેર કરી નાખશે. બાઈક રેલીને માત્ર એક 'ટ્રેલર' ગણાવતા તેણે સ્પષ્ટ કર્યું હતું કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે અને મહિલાઓને આખું પિક્ચર બતાવવાની ફરજ પડશે, તો તે પરિણામ ખૂબ જ ભયજનક રહેશે.વધુમાં દીકરીએ જણાવ્યું હતું કે, આ આંદોલનમાં માત્ર ખેડૂતો જ નહીં પરંતુ તમામ વર્ગના લોકોનો અવાજ છે. ખેડૂતો પાસે પૈસાની તાકાત ભલે ન હોય, પરંતુ તેઓની મહેનતની તાકાત છે. કોઈપણ વ્યક્તિના ઘરમાં જે અનાજ ખવાય છે તે ખેડૂતની મહેનતનું જ હોય છે. તેણે આંધળી અને મૂંગી સરકારને જગાડવા માટે ઉપસ્થિત તમામ જનતાને ખેડૂત આંદોલનમાં સાથ અને સહકાર આપવા અપીલ કરી હતી અને જ્યાં સુધી આંદોલન ચાલે ત્યાં સુધી એકતા ન તોડવા હાકલ કરી હતી.આ ઉપવાસ છાવણીના મંચ પર સાધુ-સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતોએ હાજરી આપી હતી. સભાના અંતે મંચ પરથી 'જય જવાન, જય કિસાન', 'નારી શક્તિ ઝિંદાબાદ' ના નારા લગાવવામાં આવ્યા હતા, જેમાં ઉપસ્થિત જનમેદનીએ પણ ઉત્સાહભેર સૂર પુરાવ્યો હતો.#MorbiUpdate #Jetpur #FarmersProtest #AdaniPowerLine #NariShakti #GujaratFarmers #HungerStrike #KisanAndolan #KhedutAdhikar