મોરબી : મોરબી શહેર જિલ્લામાં વાહન ચોર તસ્કરો રોજેરોજ કોઈને કોઈ વાહનની ચોરી કરી રહ્યા છે ત્યારે ગત તા.22ના રોજ તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી રફાળેશ્વર જીઆઇડીસી પાસે આવેલ પોલીસ હેડકવાટર્સના ખૂણા પાસેથી જ જીજે - 36 - ડબ્લ્યુ - 4543 નંબરની રૂ.2 લાખની કિંમતની રીક્ષાની ચોરી કરી જતા ચોરીના બનાવ અંગે રીક્ષા માલિક જયદીપ ચંદુભાઈ ચાવડા રહે.ગુજરાત હાઉસિંગ બોર્ડ, મોરબી વાળાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.