અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના ઉપાધ્યક્ષ મેહુલ ગાંભવાની રજૂઆતને પગલે રાજકોટ, મોરબી અને અમરેલી જિલ્લાની ઓનલાઇન પોર્ટલની સમસ્યા હલ થઈમોરબી : 3 જિલ્લાની મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ અને મરણ પ્રમાણપત્ર કાઢવાના સોફ્ટવેરમાં (CRS પોર્ટલ) ગામ અને જિલ્લાના નામો ગુજરાતીમાં ખોટા પ્રિન્ટ થવાની મોટી સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હતી. અખિલ ભારતીય ગ્રાહક પંચાયત મોરબી જિલ્લાના ઉપાધ્યક્ષ મેહુલ ગાંભવા દ્વારા શહેરી વિકાસ વિભાગના સચિવને આ અંગે યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી. આ સફળ રજૂઆતના પગલે 3 જિલ્લાના આ સોફ્ટવેર ઇસ્યુનો કાયમી ઉકેલ લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જન્મ અને મરણ પ્રમાણપત્રમાં નીચે મુજબની તકનીકી ભૂલો આવતી હતી, જેને સુધારવા માટે રાજ્ય કક્ષાએથી ભારત સરકારને સત્તાવાર જાણ કરવામાં આવી છે.રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટામાં જિલ્લા અને સબ-જિલ્લાનું નામ ગુજરાતીમાં 'રાજકોટ' ને બદલે 'રાજકેટ' દર્શાવતું હતું.મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમાણપત્રોમાં નામ 'ડાયમંડ નગર' ની જગ્યાએ 'દયામંદનગર' છપાઈને આવતું હતું.અમરેલીના સાવરકુંડલા રજિસ્ટ્રેશન યુનિટના ડેટામાં 'સાકારપુરા' ની જગ્યાએ ખોટી રીતે 'સાકરપરા' દર્શાવવામાં આવતું હતું.મેહુલ ગાંભવા દ્વારા 28 મે 2026 ના રોજ પીજી પોર્ટલ પર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને આ ગંભીર સમસ્યા અંગે ફરિયાદ કરવામાં આવી હતી. અગાઉ આ ભૂલ ડ્રોપડાઉન લિસ્ટમાં હોવાથી સ્થાનિક કક્ષાએથી સુધારો શક્ય ન હોવાનું જણાવી ફરિયાદ બંધ કરાઈ હતી. ત્યારબાદ આ મુદ્દે કરાયેલી સઘન લડતના પરિણામે એડિશનલ ડિરેક્ટર ડૉ. હિતેન પારેખ દ્વારા 22 જૂન 2026 ના રોજ કેન્દ્ર સરકારના રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાના સંબંધિત અધિકારીઓને આ ત્રણેય ક્ષતિઓ સુધારવા માટે ઈમેલ દ્વારા તાકીદ કરવામાં આવી છે.#Morbi #Rajkot #Amreli #MorbiUpdate #CRSPortal #CertificateCorrection #GrahakPanchayat #MorbiNews