આલાપ રોડ પર આવેલા ખોડીયાર પાર્ક ખાતે સવારે 9:00 થી રાત્રે 12:00 સુધી યોજાશે કાર્યક્રમમોરબી : જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં મોરબીમાં રામધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામધૂન આગામી તારીખ 30-06-2026 ને મંગળવારના રોજ સવારે 9:00 વાગ્યાથી શરૂ કરીને રાત્રે 12:00 વાગ્યા સુધી આલાપ રોડ પર આવેલા ખોડીયાર પાર્ક, ધર્મભક્તિ પેલેસ, ગંગાદર્શન એપાર્ટમેન્ટ ખાતે યોજાશે. જેતપર કિશાન આંદોલનને સમર્થન આપવા માટે આ રામધૂન કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રામધૂનમા જોડાવા લોકોને ભાવભર્યું નિમંત્રણ છે. #Morbi #MorbiUpdate #KishanAndolan #Jetpar #RamDhun #MorbiNews #FarmersSupport