મોરબી સંસ્કારધામના સ્વામીએ ખેડૂતો અને યુવાનોની લડતને આપ્યો ખુલ્લો ટેકોમોરબી : મોરબીમાં ખાનગી કંપનીની વીજલાઈનના વિરોધમાં ખેડૂતો દ્વારા અનિશ્ચિતકાલીન આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. આ ખેડૂત ઉપવાસ છાવણીમાં મોરબી સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના પ્રેમપ્રકાશ દાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને આશીર્વાદ પાઠવ્યા હતા.ઉપવાસ છાવણીને સંબોધતા પ્રેમપ્રકાશ દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ખેડૂતો અને યુવાનો જે કાર્ય કરી રહ્યા છે તેમાં તેમનો સંપૂર્ણ ટેકો છે. તેઓ છેલ્લા 5 દિવસથી બહારગામ હતા પરંતુ આનંદનો ફોન આવતા તેઓ ખાસ આ કાર્ય માટે પધાર્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એક કંપની સુખી છે, સરકારે તેમને માત્ર રસ્તો જ આપવાનો છે, જેના માધ્યમથી આજે ઘણા ગરીબ ખેડૂતોને લાભ મળી શકે છે.સ્વામીએ ઉપસ્થિત યુવાનો અને ખેડૂતોનો ઉત્સાહ વધારતા કહ્યું હતું કે, જેતપર ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેપ્મ થકી એકત્ર થયેલ બ્લડ જેને જેને ચડશે તેવા તમામ લોકો શૂરવીર બનીને સમાજની પડખે રહીને કાર્ય કરશે. ખેડૂતોની આ લડતને હવે સંતોનો પણ સાથ મળતા આંદોલનને વધુ બળ મળ્યું છે.#Morbi #FarmersProtest #MorbiUpdate #MorbiNews #KhedutAndolan #UpvasChhavni