ઘુટું ગામના સરપંચ, ઉપસરપંચ અને તમામ સદસ્યો આંદોલનના સમર્થનમાં આગળ આવ્યામોરબી: જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂતોના અંશન આંદોલનને મોરબીના ઘૂટું ગામની ગ્રામ પંચાયત દ્વારા સંપૂર્ણ અને જાહેર સમર્થન આપવામાં આવ્યું છે. ઘૂટું ગામના સરપંચ જયાબેન દેવજીભાઈ પરેચા અને ઉપસરપંચ ગૌતમભાઈ જાદવજીભાઈ કૈલા સહિત પંચાયતના તમામ સદસ્યોએ એકત્રિત થઈને આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો છે. પંચાયત બોડીના સભ્યોએ જણાવ્યું છે કે, જેતપર ખાતે વીજ કંપની સામે ખેડૂતોનું અંશન આંદોલન ચાલી રહ્યું છે તે વ્યાજબી છે અને ઘૂટું ગ્રામ પંચાયત તેની સાથે છે. તેમજ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો આ આંદોલનનું કોઈ સુખદ પરિણામ કે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે, તો ઘૂટું ગ્રામ પંચાયતની આખી બોડી જરૂર પડ્યે પોતાના પદ પરથી રાજીનામું આપવા માટે પણ તૈયાર છે. ગામના પ્રતિનિધિઓએ પંચાયત ભવન ખાતે એકઠા થઈને 'જય જવાન, જય કિસાન' ના નારા લગાવી આંદોલનકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.#Morbi #MorbiNews #Ghutu #Jetpar #AnshanAndolan #GramPanchayat #Protest #MorbiUpdate