રાત્રિના અંધારામાં રોડની વચ્ચે મોટો ઢગલો કરાતા વાહનચાલકોને મુશ્કેલીમોરબી: મોરબીના લાલપર ગામની સામે હાઇવે પર એક બેજવાબદાર ડમ્પર ચાલક રોડની બિલકુલ વચ્ચોવચ માટી, સિરામિક વેસ્ટ વગેરેનો મોટો ઢગલો કરીને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે.રાત્રિના સમયે હાઇવે પર રોડની વચ્ચે જ આટલો મોટો ઢગલો હોવાને કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકો માટે ગંભીર અકસ્માત સર્જાવાનું મોટું જોખમ ઊભું થયું છે. કોઈ મોટી હોનારત કે દુર્ઘટના સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા આ જોખમી ઢગલાને રોડ પરથી તાત્કાલિક હટાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.#Morbi #Lalpar #Highway #AccidentZone #MorbiNews #MorbiUpdate