મોરબી: મોરબી નજીક આવેલ જાંબુડીયા પાવર હાઉસ સામે હાઈવે પર એક કાર આગળ જઈ રહેલા આઇસરની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કારના બોનેટના ભાગને નુકસાન થયું હતું. અકસ્માતના પગલે અન્ય વાહનચાલકો અને આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. તેમજ હાઈવે પર થોડીવાર માટે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી.#Morbi #Accident #MorbiNews #HighwayAccident #Jambudiya #MorbiUpdate #TrafficNews