બોરસાણીયા પરિવાર દ્વારા આયોજિત કેમ્પમાં યુવાનો અને નાગરિકોને રક્તદાન કરવા અપીલમોરબી : મોરબીમાં સ્વ. ધનગૌરીબેન ભગવાનજીભાઈ બોરસાણીયાની સ્મૃતિમાં આવતીકાલે તારીખ 30 જૂન ને મંગળવારના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળે તેવા શુભ હેતુથી બોરસાણીયા પરિવાર દ્વારા આ સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પ સવારે 8 કલાકથી આશા પાર્ક સોસાયટી, કન્યા છાત્રાલય રોડ, મોરબી ખાતે યોજાશે. આ આયોજનને સફળ બનાવવા માટે પ્રમાણિક ટ્રેડર્સ, મહારાજા ટ્રેડર્સ, ધનશ્રી બાળરોગ હોસ્પિટલ અને પ્રમાણિક મેડિકલ સ્ટોરનો સહયોગ પ્રાપ્ત થયો છે. આયોજકો દ્વારા શહેરના યુવાનો તેમજ નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વૈચ્છિક રક્તદાન કરી મહાદાનનું પુણ્ય કમાવવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.#Morbi #BloodDonation #BloodDonationCamp #MorbiUpdate #MorbiNews #SocialWork