પ્રમુખને અપીલ સમિતિમાં ચેરમેન તેમજ અન્ય બે સમિતિમાં સભ્યપદ મળ્યું : ગત સભાની કાર્યવાહી અને ઠરાવોને મંજૂરી અપાઈ, આઇ-ખેડૂત પોર્ટલ ડિસેમ્બરમાં ખુલ્લું મુકવા, તળાવ-ચેકડેમોના કામ વહેલા શરૂ કરવા રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવા રજૂઆતમોરબી : મોરબી જિલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતની કારોબારી, સામાજિક ન્યાય, શિક્ષણ, જાહેર આરોગ્ય, જાહેર બાંધકામ, મહિલા અને બાળ વિકાસ, યુવા પ્રવૃત્તિઓ માટેની,ઉત્પાદન સહકાર અને સિંચાઈ તેમજ અપીલ મળીને કુલ 8 સમિતિઓની રચના કરવામાં આવી છે. ઉપરાંત સભામાં ખેડૂતોના વીજલાઈનનો મુદ્દો પણ ગાજયો હતો.સભાની શરૂઆતમાં એજન્ડા મુજબ, ગત તારીખ 23/05/2026 ના રોજ મળેલ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની ખાસ બેઠકની કાર્યવાહી નોંધને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત, 23/05/2026 ની સામાન્ય સભાની બેઠકના ઠરાવોની અમલવારી અહેવાલને પણ સભ્યો સમક્ષ રજૂ કરી મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાત પંચાયત અધિનિયમ-1993 ની કલમ-145(1) અન્વયે જિલ્લા પંચાયતની કામગીરીને સુચારુ રૂપથી ચલાવવા માટે 8 સમિતિઓની રચના કરવા બાબતે નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં 17- પંચાસીયાના સદસ્ય કુસુમબેન અકબરભાઈ બાદી તરફથી ખેડૂતોના હિતમાં એક મહત્વનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રસ્તાવમાં જણાવાયું હતું કે સરકાર દ્વારા આઇ-ખેડૂત પોર્ટલ માર્ચ મહિનામાં ખુલ્લુ મુકવામાં આવે છે અને જૂન મહિનામાં મંજૂરી મળે છે. જૂન મહિનામાં ચોમાસુ બેસી જતું હોવાથી ખેડૂતો ફેન્સીંગ, પાણીના ટાંકા, ટ્રેક્ટર જેવા સાધનોનો લાભ લઈ શકતા નથી. આથી, પોર્ટલ ડિસેમ્બર મહિનામાં ખુલ્લુ મુકવા અથવા વર્ક ઓર્ડરની સમય મર્યાદા ઓક્ટોબર-નવેમ્બર સુધી વધારવા રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવા રજૂઆત કરાઈ હતી. ઉપરાંત તળાવ અને ચેકડેમના કામો વહેલા શરૂ કરવા પણ રજુઆત થઈ હતી. માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત પંચાયતથી નેશનલ હાઈવેને જોડતો અને 10 વર્ષથી તૂટેલો મચ્છુ નદી પરનો કોઝવે નવો બનાવવા વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી ન થવા અંગે પ્રશ્ન ઉઠાવાયો. અધિકારીઓએ જણાવ્યું કે આ અંગેની દરખાસ્તો અને સર્વેની કામગીરી થયેલ છે. મહાનગરપાલિકાઓની જેમ જિલ્લામાં આવતી 5 નદીઓ અને વોંકળાની સફાઈ ચોમાસા પહેલા કરવા રજૂઆત થઈ જેથી ગામડાના લોકોને ચાલુ ચોમાસામાં મુશ્કેલી ન પડે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે વોંકળા અને નહેરોની સફાઈની જવાબદારી ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની રહે છે. વીજ લાઈનના વળતર મુદ્દે ઠરાવ પસારસભાના પ્રમુખ સ્થાનેથી 765 કેવી વીજ લાઈનના વળતર બાબતે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. ડીડીઓએ આ બાબત રાજ્ય સરકારના નિર્ણય હસ્તકની હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં આ પ્રસ્તાવને ટેકો આપવા માટે માત્ર કોંગ્રેસના 6 સભ્યોએ હાથ ઊંચા કરી સમર્થન આપ્યું હતું. જોકે, ત્યારબાદ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને સાંસદે આ પ્રશ્ન ખેડૂતોનો હોવાથી દરખાસ્ત કરવા માટે ટેકો જાહેર કર્યો હતો. ધારાસભ્યના ટેકા બાદ ભાજપના તમામ સદસ્યોએ સમર્થન આપતા આ અંગેનો ઠરાવ જિલ્લા પંચાયતમાં પસાર કરવામાં આવ્યો હતો.વિવિધ 8 સમિતિઓની રચના 1. કારોબારી સમિતિ● મનીષકુમાર અનિલભાઈ કાંજીયા - ચેરમેન● અશ્વિનભાઈ ચંદુલાલ ડાંગર - સભ્ય● ભગવતીબેન ગીરીશભાઈ લકુમ - સભ્ય● સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા - સભ્ય● જાગૃતિબેન દિનેશભાઈ વાધરીયા - સભ્ય● માવજીભાઈ કચરાભાઈ માકાસણા - સભ્ય● દક્ષાબેન ચંદુભાઈ લાવડીયા - સભ્ય2. શિક્ષણ સમિતિ● રીંકલબેન વિરલભાઈ અધેરા - ચેરમેન● ગીતાબેન રમેશભાઈ દુબરીયા - સભ્ય● સંદીપ ગોરધનભાઈ કુંવરીયા - સભ્ય● રમણીકભાઈ અરજણભાઈ મકવાણા - સભ્ય● દક્ષાબેન ચંદુભાઈ લાવડીયા - સભ્ય● સુનીલભાઈ રતિલાલભાઈ પરમાર - કો.ઓ. સભ્ય● પ્રફુલ્લાબેન કિરીટભાઈ મેરજા - કો.ઓ. સભ્ય3. સામાજીક ન્યાય સમિતિ● જયાબેન જીતેન્દ્રકુમાર ગોહેલ - ચેરમેન● રમણીકભાઈ અરજણભાઈ મકવાણા - સભ્ય● ગીતાબેન રમેશભાઈ દુબરીયા- સભ્ય● શારદાબેન કેશવજીભાઈ ઝાલા - કો.ઓ. સભ્ય● કાળાભાઈ ગોકુળભાઈ મકવાણા - કો.ઓ. સભ્ય4. જાહેર આરોગ્ય સમિતિ● ધર્મેન્દ્રભાઈ જસમતભાઈ એરવાડીયા - ચેરમેન● સંદીપ ગોરધનભાઈ કુંવરીયા - સભ્ય● સવિતાબેન લાલજીભાઈ રાઠોડ - સભ્ય5. જાહેર બાંધકામ સમિતિ● જાગૃતિબેન દિનેશભાઈ વાધરીયા - ચેરમેન● અશ્વિનભાઈ ચંદુલાલ ડાંગર - સભ્ય● દક્ષાબેન ભરતભાઈ ગણેશીયા - સભ્ય6. ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ● દક્ષાબેન ભરતભાઈ ગણેશીયા - ચેરમેન● સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા - સભ્ય● માવજીભાઈ કચરાભાઈ માકાસણા - સભ્ય7. મહિલા અને બાળ વિકાસ અને યુવાપ્રવૃત્તિ સમિતિ● રંજનબેન ગૌતમભાઈ હડીયલ - ચેરમેન● સવિતાબેન લાલજીભાઈ રાઠોડ - સભ્ય● કાજલબેન ભરતભાઈ વિઠલાપરા - સભ્ય8. અપીલ સમિતિ● ગીતાબેન રમેશભાઈ દુબરીયા - ચેરમેન● મનીષકુમાર અનિલભાઈ કાંજીયા - સભ્ય● વિપુલભાઈ કરશનભાઈ ગરચર - સભ્ય#Morbi #MorbiDistrictPanchayat #MorbiUpdate #MorbiNews #GujaratNews #PanchayatMeeting #MorbiPolitics #FarmersIssue