વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા તેમજ માટેલ નજીકથી બે મોટર સાયકલની ચોરી થતા બનાવ અંગે બે અલગ અલગ ફરિયાદ નોંધાઇ હતી.જેમાં પ્રથમ બનાવમાં ઢુંવા ચોકડી પાસેથી ફરિયાદી વેટરનરી ડોકટર મહમદમુસરફ ઇબ્રાહિમભાઈ બાદી રહે.પાંચ દ્વારકા તા.વાંકાનેર વાળાનું 40 હજારની કિંમતનું જીજે - 36 - એજી - 5096 નંબરનું બાઈક ચોરી થઈ ગયું હતું.જ્યારે બીજા બનાવમાં માટેલ નજીકથી જગદીશભાઈ ઉર્ફે ટીનાભાઈ બચુભાઇ સરાવાડિયા રહે.માટેલ વાળાનું રૂપિયા 50 હજારની કિંમતનું જીજે - 36 - એડી - 7031 નંબરનું બાઈક કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.