છાવણી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત કરાઈ, હવે 'સરદારગીરી' કરવાનો સમય આવ્યો : કારૂભાઈ અમૃતિયામોરબી : મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે 11મો દિવસ છે. ત્યારે આજે આંદોલન છાવણીમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાની સ્થાપના સાથે જ આંદોલન છાવણી વાળા વિસ્તારને 'સરદાર ચોક' નામ આપવામાં આવ્યું છે.મહત્વનું છે કે આજે સરકાર દ્વારા ખેડૂતોને ચર્ચા કરવા માટે લેખિત આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ ખેડૂતો દ્વારા આ આમંત્રણનો અસ્વીકાર કરવામાં આવ્યો છે. ખેડુતોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે માંગણી અંગેનું વિવરણ લેખિતમાં મળે તો જ આમંત્રણ સ્વીકારીશું. બીજી તરફ ઉપવાસી કારૂભાઈ અમૃતિયાએ આંદોલન અંગે જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમે શાંતિપૂર્ણ રીતે ગાંધીગીરી કરી રહ્યા હતા, પરંતુ હવે અન્યાય સામે મક્કમતાથી લડવા માટે 'સરદારગીરી' કરવાનો સમય આવી ગયો છે. સરદાર પટેલની પ્રતિમાની સ્થાપના અને આંદોલન સ્થળના નવા નામકરણ બાદ આંદોલનકારીઓમાં એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ લડત વધુ મજબૂત બનશે.#MorbiUpdate #Morbi #Jetpar #SardarPatel #SardarChowk #KarubhaiAmrutiya #MorbiNews #BreakingNews