મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે વીજલાઈન મુદે ચાલી રહેલા આંદોલનને અન્ય ગામોમાંથી પણ ભારે સમર્થન મળી રહ્યું છે. અદેપર ગ્રામ પંચાયતના સરપંચ જનકસિંહ ઝાલાએ ખેડૂતોના સમર્થનમાં કાલે 29 જૂનના રોજ જેતપર ખાતે ઉપવાસ છાવણીના સ્ટેજ ઉપરથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે.અદેપર ગ્રામ પંચાયતના સરપંચ જનકસિંહ ઝાલાએ એક વિડીયો સંદેશ દ્વારા જણાવ્યું છે કે, મોરબી જિલ્લા સરપંચ ગ્રુપમાં આવેલા મેસેજ મુજબ તેઓ 29 જૂન, 2026 અને સોમવારના રોજ જેતપર મુકામે ખેડૂત આંદોલનમાં હાજરી આપશે. તેઓએ સરકારને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે જો સરકાર દ્વારા ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ મંચ પરથી જ તાત્કાલિક પોતાનું રાજીનામું આપી દેશે.વધુમાં તેઓ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી સ્પષ્ટપણે જણાવ્યું છે કે જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને અદેપર ગ્રામ પંચાયત તરફથી સંપૂર્ણ સમર્થન છે. જો ખેડૂતોની માંગણીઓનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે, તો અદેપર ગ્રામ પંચાયતના સરપંચ તથા તમામ ચૂંટાયેલા સભ્યો સામુહિક રાજીનામું આપવા માટે મજબૂર થશે. ખેડૂતોના હિત અને ન્યાય માટે સરકારે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવો જોઈએ તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે.#MorbiUpdate #Morbi #MorbiNews #Jetpar #Adepar #GramPanchayat #KhedutAndolan #FarmersProtest #GujaratNews