240 થી વધુ ભાવિકો જોડાયા: આચાર્ય ભાવચંદ્રજી મહારાજની નિશ્રામાં ભક્તિમય માહોલ સર્જાયોવાંકાનેર : વાંકાનેર સ્થાનકવાસી ઉપાશ્રયના આંગણે અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત સાધના સમ્રાટ ગુરૂદેવ ભાવચંદ્રજી મહારાજની પાવન નિશ્રામાં 28-06-2026 રવિવારના રોજ પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ-પદ્માવતી યંત્ર જાપ આરાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં અંદાજે 240 થી વધારે ભાવિકો ઉત્સાહભેર જોડાયા હતા.આરાધના દરમિયાન તમામ ભક્તોને યંત્રકાર્ડ આપવામાં આવ્યા હતા અને ચરણબદ્ધ વિવિધ સ્તવન ભક્તિ સાથે 2 કલાક સુધી આધ્યાત્મિક ઊર્જાનો અદભુત માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે સંઘના સેવાર્થી ભાવનાબેન તથા સંઘના મેનેજર જીતેન્દ્રભાઈ દોશીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ઉપસ્થિત તમામ આરાધકોને વિવિધ દાતાઓ તરફથી પ્રભાવના આપવામાં આવી હતી.આગામી જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ત્રિરંગી સામાયિક સાથે એકાસનાની આરાધના અને પાખી પ્રતિક્રમણનું આયોજન મુકતાબેન જયંતિલાલ મહેતા તથા પ્રતિમાબેન હસમુખ મહેતા (બોરીવલી) તરફથી રાખવામાં આવ્યું છે. પૂજ્ય આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી આદિ સંત સતીજીના 18 દિવસના શેષકાળ માટેની વૈયાવચ્ચ ભક્તિ તથા રસોડાનો લાભ વિમળાબેન બાબુલાલ ખીમચંદ શેઠ પરિવાર (વાંકાનેર) દ્વારા લેવામાં આવ્યો છે.આ સમગ્ર આરાધના કાર્યક્રમને સફળ બનાવવા માટે સંઘપ્રમુખ અનંતરાય ભગવાનજી મહેતા, અલ્પેશભાઈ પટેલ, સચિનભાઈ કામદાર, ધવલભાઈ મહેતા તેમજ ભાવિનભાઈ મહેતા સહિતના તમામ કાર્યકરોએ જહેમત ઉઠાવીને સુંદર સંચાલન સાથે યોગ્ય આયોજન પૂરું પાડ્યું હતું. #Wankaner #JainSangh #MantraSadhana #MorbiUpdate #WankanerNews #ReligiousNews #Jainism