મેયર ઉત્તમભાઈ સુરાણી અને તેમની ટીમ દ્વારા સઘન ઝુંબેશ; ચોમાસામાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સજ્જમોરબી : આગામી ચોમાસાની ઋતુ દરમિયાન મોરબી શહેરના નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મોરબી મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. યુવા મેયર ઉત્તમભાઈ સુરાણી અને તેમની સમગ્ર ટીમ દ્વારા શહેરમાં પ્રિ-મોન્સૂન (ચોમાસા પૂર્વેની) કામગીરી પૂરજોશમાં અને યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.શહેરમાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે અત્યારથી જ આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. મેયરના સીધા માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા રાત-દિવસ જોયા વગર સઘન કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં મોરબીમાં તમામ નાલાઓ સાફ કરવાનું કામ સઘન રીતે ચાલી રહ્યું છે. જેમાં શનાળા તળાવ, પંચાસર રોડ સરદાર નગર નાળું, ગોકુલ નગરનું નાળું, પંચાસર રોડ સતવારા સમાજની વાડીનું નાળું, અવધ 2 ચિત્રકૂટ નાળું, કેનાલ રોડ સરદાર નગર નાળું, અવધ 2 રોડ નાળું, માધાપર નાળું તેમજ રાધે ક્રિષ્ના સ્કૂલ નાળાની સાફસફાઈ કરવામાં આવી રહી છે.મહાનગરપાલિકાની કામગીરીની સફાઈ અને ડી-સિલ્ટિંગ: શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા નાના-મોટા નાળા, વોંકળા તેમજ વરસાદી પાણીના નિકાલના મુખ્ય માર્ગોની સફાઈ અને તેમાંથી કચરો તેમજ માટી કાઢવાની (ડી-સિલ્ટિંગ) કામગીરી વેગીલી બનાવવામાં આવી છે.ગટર લાઈનોની સફાઈ: ભૂગર્ભ ગટરો અને ચોક-અપ થયેલી લાઈનોને આધુનિક મશીનરી દ્વારા સાફ કરવામાં આવી રહી છે જેથી વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે.તાત્કાલિક મરામત: જે વિસ્તારોમાં નિકાલ વ્યવસ્થા નબળી હતી અથવા માર્ગો તૂટેલા હતા, ત્યાં તાકીદે મરામત અને રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.આ સઘન ઝુંબેશ અંગે મેયર ઉત્તમભાઈ સુરાણીએ જણાવ્યું હતું કે, 'મોરબીના નાગરિકોની સુખાકારી અને સલામતી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ચોમાસામાં ક્યાંય પણ પાણી ભરાવવાની કે ગંદકીની સમસ્યા ન થાય તે માટે અમારી ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર સતત કાર્યરત છે. અમે મોરબીને સુરક્ષિત અને સુવિધાજનક રાખવા માટે કટિબદ્ધ છીએ.'#MorbiUpdate #Morbi #PreMonsoonWork #MorbiMunicipalCorporation #Monsoon2026 #MorbiNews #CivicWork