ભાડાના મકાનમાં રહેતા બે શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરાઈમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે નાની બજાર વિસ્તારમાં એક ભાડાના મકાન પર દરોડો પાડીને રૂ.2.61 લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લીધો છે. આ કેસમાં બે આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર સીટી એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વાય.બી.જાડેજાની રાહબરીમાં સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે નાની બજાર વિસ્તારમાં આવેલા એક ભાડાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન આરોપીના ભાડાના મકાનની છત પરથી તેમજ બાજુના બંધ મકાનની છત પર સંતાડીને રાખેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ઘટનાસ્થળેથી અલગ-અલગ બ્રાન્ડની પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની કુલ 588 બોટલ જપ્ત કરી છે. પકડાયેલા આ દારૂના જથ્થાની કુલ કિંમત 2,61,600 રૂપિયા થાય છે. પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ રેડ દરમિયાન બંને મુખ્ય આરોપીઓ સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા. પોલીસે ઇમરાન ઉર્ફે ટાવર મહેબુબભાઇ ચાનીયા (રહે. મોરબી નાનીબજાર, વિશ્વકર્મા મંદિરની પાસે) અને ઇમરાન ઉર્ફે ડારીયો કાદરભાઇ સૈયદ (રહે. મોરબી નાનીબજાર) બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. આ બંને શખ્સો ભાગીદારીમાં ભાડાનું મકાન રાખીને ત્યાં દારૂનો જથ્થો છુપાવી તેનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. #MorbiUpdate #MorbiNews #MorbiPolice #CrimeNews #LiquorSeized #GujaratPolice #MorbiCity #BreakingNews