જમીન વેચાણ માટે બતાવવાની ના પાડતા હુમલો કરાયોવાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીપર ગામે ખેતીની જમીન બતાવવા આવેલ કૌટુંબિક સગાને પોતાની જમીન વેચાણ નહિ કરવી હોય જમીન બતાવવાની ના પાડતા કૌટુંબિક સગા એવા ચાર આરોપીઓએ પિતા અને પુત્ર પર હુમલો કરતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા શૈલેષભાઇ ધીરુભાઈ ધોરીયાએ આરોપી રામજી વાઘાભાઈ ધોરીયા, ડાયાભાઇ વાઘાભાઈ, ગોપાલ મસાભાઈ અને મુકેશ વાઘાભાઈ રહે.તમામ કાશીપર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.26ના રોજ આરોપી રામજી તેમના મોટા બાપુની જમીન વેચવા માટે બતાવવા આવતા બાજુમાં આવેલ ફરિયાદીની જમીન પણ બતાવતા ફરિયાદી શૈલેષ ધીરૂભાઇએ જમીન બતાવવાની ના પાડી હતી.બાદમાં આરોપીઓએ રાત્રે ફરિયાદી શૈલેશભાઈને નિશાળ પાસે બોલાવી વાડીએ બહુ હવા કરતો હતો તેમ કહી કુહાડી અને લાકડી વડે હુમલો કર્યો હતો. આ સમયે શૈલેષભાઇના પિતા સાહેદ ધીરુભાઈ વચ્ચે છોડાવવા પડતા આરોપીઓએ તેમને પણ માર મારતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.