મોરબી : માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે ભાયું કુટુંબના પૈસાની લેતી દેતી મામલે કોલીવાસ વિસ્તારમાં પાંચ આરોપીઓએ દંપતી પર હુમલો કરી મૂંઢ માર મારતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે કોળીવાસમાં રહેતા ફરિયાદી છગનભાઇ દેવાભાઈ મકવાણા ઉ.35 નામના યુવકે આરોપી પ્રવીણ ઉર્ફે ચકો સુરેશભાઈ મકવાણા, શીવાભાઈ સુરેશભાઈ મકવાણા નથુભાઈ સુરેશભાઈ મકવાણા, સુરેશભાઈ મકવાણા અને આરોપી મનજી ઉર્ફે ટિલિયો મકવાણા રહે.તમામ વવાણીયા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, આરોપીઓએ ભાયું કુટુંબના પૈસાની લેતી દેતીમાં ઝઘડો કરી ફરિયાદી તેમજ તેમના પત્નીને માર માર્યો હતો.બનાવ અંગે માળીયા પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.