મોટી સંખ્યામાં બહેનો એક્ટિવા પર સવાર થઈ જેતપર જવા રવાનામોરબી : ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે આજે રવિવારના રોજ મોરબીમાંથી મહિલાઓની એક વિશાળ 'એક્ટિવા રેલી'ની શાનદાર શરૂઆત થઈ ચૂકી છે. નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા સરદાર સ્ટેચ્યુ પાસેથી બપોરે 3:00 કલાકે આ રેલીએ પ્રસ્થાન કર્યું છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના વાહનો સાથે સ્વયંભૂ રીતે જોડાઈ છે.રેલીની શરૂઆત થતા જ મહિલાઓએ 'જય જવાન, જય કિસાન' અને 'નારી શક્તિ ઝિંદાબાદ' ના ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજવી દીધું હતું. આયોજન મુજબ, આ વિશાળ એક્ટિવા રેલી બપોરે 4:00 કલાકે મહેન્દ્રનગર ચોકડી પરથી પસાર થશે. ત્યારબાદ સાંજે 5:00 કલાકે આ રેલી જેતપર મુકામે પહોંચશે, જ્યાં ઉપવાસ છાવણીમાં બેઠેલા ખેડૂતોને મહિલા શક્તિ પોતાનું પૂરું સમર્થન જાહેર કરશે. ખેડૂતોના સમર્થનમાં નીકળેલી આ રેલીમાં મહિલાઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં એક્ટિવા પર સવાર થઈને મહિલાઓ જેતપર તરફ કૂચ કરી રહી છે.#Morbi #MorbiUpdate #Jetpar #KhedutUpvasChhavani #ActivaRally #NariShakti #JaiKisan #GujaratFarmers #MorbiNews