મોરબી : મોરબી શહેર - જિલ્લામાં સ્પા સંચાલકોને સ્પામાં કામ કરતા કર્મચારીઓના બાયોડેટા જમા કરાવવા ફરજિયાત હોવા છતાં સ્પા સંચાલકો નિયમનો અમલ કરતા ન હોવાથી મોરબી એસઓજી દ્વારા શનાળા નજીક થ્રિલ એન્ડ ચીલ સામે આવેલ અતરંગ લક્ઝુરિયસ સ્પાના સંચાલક પિંકલ અશોકભાઈ ચાવડા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. આ ઉપરાંત ત્રાજપર ચોકડી પાસે આવેલ લીલી સ્પાના સંચાલક સંજયસિંહ પુષ્કરસિંહ નેગીએ પણ પોતાના સ્પામાં કામે રાખેલ માણસોના બાયોડેટા પોલીસ મથકમાં જમાં ન કરાવ્યા હોય બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.