પોલીસે રૂપિયા 40,000 ની કિંમતનું બાઈક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરીમોરબી : મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ની ટીમે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટરસાયકલ ચોરીના વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને પકડી પાડ્યો છે.મળતી માહિતી મુજબ, એલ.સી.બી. ટીમને બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાર્ટ A ગુના રજીસ્ટર નંબર 700/2026, ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2) મુજબના ચોરીના ગુનામાં ગયેલ એક ગ્રે કલરનું હોન્ડા સાઈન મોટરસાયકલ (જેમાં આગળ-પાછળ નંબર પ્લેટ નથી) લઈને એક ઇસમ નીકળવાનો છે.આ બાતમીના આધારે પોલીસે વાંકાનેર તાલુકાના ધુવા માટેલ રોડ પર આવેલ ધુવા ચોકડી પાસે વોચ ગોઠવતા બાતમી વાળું મોટરસાયકલ અને ઇસમ મળી આવતા પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન આ મોટરસાયકલ ચોરીનું હોવાનું ખુલાસો થયો હતો. પકડાયેલ ઇસમ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હોવાથી તેને તેના વાલીને સોંપવામાં આવ્યો છે અને 40,000 ની કિંમતના મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.#MorbiUpdate #MorbiPolice #Wankaner #BikeTheftSolved #LCBMorbi #CrimeNews #Morbi